અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા ગીતાબેન પટેલ પર પસંદગી ઉતારી હતી. ગીતાબેન છેલ્લા ઘણાં સમયથી પાટીદાર આંદોલનમાં સક્રીય છે અને હાર્દિક પટેલના નજીકના માનવામાં આવે છે.
અગાઉ તેમનું નામ ધ્રાંગધ્રા પેટાચૂંટણી માટે પણ ચર્ચાઈ રહ્યું હતું. જોકે, કોંગ્રેસે તેમને અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક પર ઉતારીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.