નવી દિલ્હી: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સમગ્ર વિશ્વમાં ડાઉન ચાલી રહ્યા છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેના યૂઝર્સ પોતાના એકાઉન્ટ ઓપન નથી કરી શકતા અથવા તો તેમને લિંક ઓપન કરવામાં મુશ્કેલી આવી રહી છે. બીજી તરફ, વોટ્સએપ પર મેસેજ મોકલવા અને રિસીવ કરવામાં મુશ્કેલી થઈ રહી છે.

ભારતમાં ફેસબુક ઉપયોગ કરનારા કેટલા યૂઝર્સને તેના ડેસ્કટોપ એડિશનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી છે, જોકે મોબાઇલમાં તે યોગ્ય રીતે કામ કરી રહ્યું છે.

ફેસબુકમાં આવેલી આ સમસ્યા સાથે જોડાયેલા અહેવાલ આપનારી વેબસાઇટ ડાઉન ડિટેક્ટર મુજબ, ભારતમાં સાંજે 4 વાગ્યાથી આ મુશ્કેલી આવી. ડાઉન ડિટેક્ટરના રિપોર્ટનું માનીએ તો ફેસબુકમાં આવેલી આ મુશ્કેલીની સૌથી વધુ અસર અમેરિકા, મલેશિયા અને તુર્કીમાં પડી છે.