નવી દિલ્હીઃ ભારતીય સિલેક્ટર્સ આજે મુંબઈમાં વર્લ્ડ કપ 2019 માટે 15 સભ્યોની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરશે. જોકે, મુખઅય સિલેક્ટર્સ એમએસકે પ્રસાદ અને કેપ્ટન વિરાટ કોહલી પહેલા જ કહી ચૂક્યા છે કે ટીમ લગભગ નક્કી જ છે. પરંતુ તેમ છતાં જાહેરતમાં કેટલાક આશ્ચર્ય કરી મૂકે તેવા નામ હોઈ શકે છે.


વર્લ્ડ કપ માટે બધા દેશોએ 23 એપ્રિલ સુધી પોતાની ટીમના સભ્યોના નામ મોકલવાના છે. ભારતીય પસંદગીકારો હાલ ચાલી રહેલી આઈપીએલમાં રમી રહેલા કેટલાક ખેલાડીઓના પ્રદર્શન ઉપર નજર રાખી રહ્યા છે.



વર્લ્ડ કપ માટે ટીમ પસંદ કરતા બીસીસીઆઈના અધિકારીઓ અને ટીમના પસંદગીકાર બપોરે 12 કલાકેથી મીટિંગ શર કરશે અને સંભવિત બપોરે ત્રણ કલાકે ટીમની જાહેરાત થાય તેવી સંભાવના છે.

સૂત્રોના મતે 15 એપ્રિલની તારીખ એટલા માટે રાખવામાં આવી છે કારણ કે કોહલી ત્યાં હાજર રહી શકે. સોમવારે મુંબઈ ઇન્ડિયન્સ અને આરસીબી વચ્ચે વાનખેડેમાં મુકાબલો છે. જેથી કોહલી મુંબઈમાં ટીમ પસંદગીમાં હાજર રહી શકે. વિરાટ સિવાય કોચ રવિ શાસ્ત્રી પણ હાજર રહેશે.



ભારતના સંભવિત ખેલાડીઓમાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), એમએસ ધોની, શિખર ધવન, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, લોકેશ રાહુલ/વિજય શંકર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અંબાતી રાયડુ/રવીન્દ્ર જાડેજા, રિષભ પંત, ખલીલ અહમદના નામનો સમાવેશ થાય છે.