નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણીને હવે માત્ર થોડો સમય બાકી છે. તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કૉંગ્રેસની આ યાદીમાં ઉત્તરપ્રદેશના 11 અને ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.


કૉંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલી આ યાદીમાં કુલ 15 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં 4 ઉમેદવારો ગુજરાતના છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી રાજુ પરમારને ટિકીટ આપવામાં આવી છે. આણંદથી ભરતસિંહ સોલંકીને ટિકીટ આપવામાં આવી છે. વડોદરા બેઠક પરથી પ્રશાંત પટેલને ટિકીટ આપવામાં આવી છે. છોટા ઉદેપુરથી મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહ રાઠવાને ટિકીટ આપવામાં આવી છે.

ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી અને અમેઠી બેઠક પરથી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડશે.



લોકસભા ચૂંટણીઃ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાને લઇને ગુજરાત કોગ્રેસના પ્રભારી રાજીવ સાતવે શું કહ્યુ?



કોગ્રેસ આક્રમક રીતે લોકસભા ચૂંટણી લડશેઃ ભરતસિંહ સોલંકી