નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં બિહારની બેગુસરાય બેઠક હાલ દેશમાં ચર્ચાનો વિષય બની છે. આ બેઠક પર કન્હૈયા કુમાર સીપીઆઈનો ઉમેદવાર છે. ચોથા ચરણના પ્રચાર ખત્મ થવા સુધી કૉંગ્રેસ કન્હૈયા કુમારના સમર્થનમાં નહોતી આવી, પરંતુ હવે કૉંગ્રેસ કન્હૈયા કુમારના સમર્થનમાં આવી છે. મધ્યપ્રદેશના ભોપાલથી ઉમેદવાર અને કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું, તેઓ કન્હૈયા કુમારનું સમર્થન કરે છે.

દિગ્વિજય સિંહે કહ્યું, કૉંગ્રેસ પાર્ટીમાં કન્હૈયા કુમારને લઈને અવઢવ હતી એટલે આવું થયું, પરંતુ તેઓ કન્હૈયા કુમારનું સમર્થન કરે છે અને તેને ભોપાલમાં પ્રચાર કરવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું, કન્હૈયા કુમારે ક્યારેય દેશ વિરોધી નારા નથી લગાવ્યા. કન્હૈયાને લઈને માત્ર ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો.