મુંબઈ: ટીવી એક્ટ્રેસ મૌની રોય અયાન મુખર્જીની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં મૌની રોય સાથે રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન પણ લીડ રોલમાં જોવા મળશે. મૌની રોયને પહેલા ટીવીની નાગિન તરીકે ઓળખવામાં આવતી હતી. મૌની રોય પોતાની હોટ અને સેક્સી તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.


મૌની રોયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં મૌની દરિયા કિનારે હિંચકા પર બેસી હોટ પોઝ આપતી જોવા મળે છે. એક્ટ્રેસે ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌની રોય ખૂબ જ હોટ અને સુંદર લાગી રહી છે. મૌની રોયની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


મૌની રોય હાલમાં અભિનેતા રાજકુમાર રાવની આગામી ફિલ્મ મેડ ઈન ચાયનાની શૂટિંગમાં વ્યસ્ત છે.