નવી દિલ્હીઃ કોંગ્રેસ દ્વારા 2019ની લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં ગરીબોને વાર્ષિક 72,000 રૂપિયા આપવાનો વાયદો કરતી ન્યાય સ્કીમ છે. કોંગ્રેસે આ ઘોષણપત્રને જન આવાજ નામ આપ્યું છે. પીએમ બનવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તેનો ફેંસલો જનતા કરશે. દેશના લોકો પર નિર્ભર છે કે તે લોકો શું વિચારે છે. દેશના વડાપ્રધાન કોઈ પણ રીતે છુપાઈ શકે નહી. રાહુલ ગાંધીએ કહ્યું, ચોકીદાર છુપાઈ શકે છે પરંતુ ભાગી ન શકે.’

લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટીએ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ પ્રસંગે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ન્યાય એટલે કે ન્યૂનતમ આવક યોજના, ઉદ્યમીઓને પ્રોત્સાહન અને ટેક્સમાં રાહત જેવા વાયદાઓ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે 2030 સુધીમાં ગરીબીને સંપૂર્ણપણે હટાવવા માટે ન્યૂનતમ આવક યોજનાની શરૂઆત કરશે. ભારતની 20 ટકા સૌથી ગરીબ વસતીને દર વર્ષે 72,000 રૂપિયા આપશે. કોંગ્રેસનો લક્ષ્ય હશે કે કોઈ પણ ભારતીય પરિવાર પાછળ ન છૂટી જાય.

રાહુલે કહ્યું કે, તેમાં માત્ર પાંચ વાતો પર ફોકસ છે, કારણ કે કોંગ્રેસના લોકો જ પંજો છે. સૌથી પહેલા વાત ન્યાયની આવક, જેના દ્વારા અમે તમામ ખાતાઓમાં પૈસા જમા કરાવીશું. ગરીબી પર વાર, 72 હજાર એ પૈસા દરે વર્ષે આપવામાં આવશે. તેનાથી સીધી રીતે અર્થવ્યવસ્થાને ફાયદો મળશે.

કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, 'જન આવાજ' નામ સાથે રોજગાર-ખેડૂત અને મહિલાઓ પર કર્યુ ફોકસ

વર્લ્ડકપ 2019: સચિન તેંડુલકરે કોહલી અને ભારતીય ટીમને આપ્યો ખાસ મેસેજ, થયો ભાવુક, જાણો શું કહ્યું

કોંગ્રેસને ગરીબો ચૂંટણી સમયે જ યાદ આવે છે, માત્ર વોટ બેંક માટે જ કર્યો ઉપયોગઃ PM મોદી

લોકસભા ચૂંટણીઃ વિરોધની આશંકાને લઈને કૉંગ્રેસે બાકી રહેલા 14 ઉમેદવારને મેન્ડેટ આપવાનું કર્યું શરૂ, જુઓ વીડિયો