સી.જે.ચાવડા સાથે ગાંધીનગર બેઠકની વાત કરતાં તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, હું ચોથી તારીખે 12.39 મિનિટે ફોર્મ ભરવાનો છું, સી.જે.ચાવડા ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે જ લડવાનો છું. કોઈ ઉમેદવારી બદલવાની વાત ચાલી રહી નથી. આજે તેની જાહેરાત પણ થઈ જશે.
આ પહેલા પણ જ્યારે સી.જે.ચાવડાનાં નામની ચર્ચાઓ ચાલતી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે, ગાંધીનગર બેઠક પર કોંગ્રેસમાંથી હું જ લડીશ. અમિતભાઈના આવવાથી કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે. ભાજપની સલામત બેઠક પર રાષ્ટ્રીય અધ્યક્ષને મેદાનમાં આવવું પડે છે તે જ કહે છે કે ભાજપની ગુજરાતમાં કફોડી હાલત છે.
ગાંધીનગર લોકસભા સીટ પર અમિત શાહને ટીકિટ આપતાં ભાજપનાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. આગામી 23મી એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે લાલકૃષ્ણ અડવાણીના સ્થાને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ટિકીટ આપવામાં આવી છે.