પટણાઃ બિહારના છપરામાં  રેલવે દુર્ઘટના બની હતી. છપરા-બલિયા રેલવે લાઇન પર તાપ્તી ગંગા સુરત-છપરા એક્સપ્રેસના 13 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 4 મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. રેલવેએ તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે સવારે નવ વાગ્યે છપરાથી તાપ્તી ગંગા એક્સપ્રેસ રવાના થઇ હતી. 45 મિનિટની સફર પૂર્ણ કર્યા બાદ ટ્રેન ગૌતમ સ્થાન સ્ટેશન પર પહોંચી ત્યારે તેના 13 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમા ચાર મુસાફરોને ઇજા પહોંચી હતી જેમને  નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.



હાલમાં છપરા-બલિયા રેલવે લાઇન પર ટ્રેનોની અવરજવર રોકી દેવામાં આવી છે અને રેસ્ક્યૂ અભિયાન ચલાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે 3 ફેબ્રુઆરીના રોજ  બિહારના હાજીપુરમાં આનંદવિહાર-રાધિકાપુર સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 7 મુસાફરોના મોત થયા હતા.