લોકસભા ચૂંટણી: કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જ્યોતિરાદિત્ય સિધિંયાને ગુના બેઠકથી ટિકિટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Apr 2019 09:04 PM (IST)
લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે પોતાના સાત ઉમેદવારોના નામની એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ અને પંજાબની બેઠકો સામેલ છે. કૉંગ્રેસે મધ્યપ્રદેશની ગુના બેઠક પરથી જ્યોતિરાદિત્ય સિંધિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે પોતાના સાત ઉમેદવારોના નામની એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ અને પંજાબની બેઠકો સામેલ છે. કૉંગ્રેસે મધ્યપ્રદેશની ગુના બેઠક પરથી જ્યોતિરાદિત્ય સિંધિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. મધ્યપ્રદેશની ગુના બેઠક સિંધિયા પરિવારનો ગઢ માનવામાં આવે છે. 2014માં જ્યોતિરાદિત્ય સિંધિયા આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. પંજાબની આનંદપુર સાહિબ બેઠક પરથી કૉંગ્રેસે મનીષ તિવારીને ટિકિટ આપી છે. મધ્યપ્રદેશની વિદિશા બેઠક પરથી કૉંગ્રેસે શેલેન્દ્ર પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.