નવી દિલ્હી: કૉંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં મધ્યપ્રદેશના ઉમેદવારોના નામ સામેલ છે. ખાસ વાત એ છે કે છિંદવાડા બેઠક પર કૉંગ્રેસે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના દિકરા નકુલનાથને ટિકિટ આપી છે. કમલનાથ અત્યાર સુધી છિંદવાડા બેઠક પરથી સંસદ સભ્ય હતા. અર્જુન સિંહના દિકરા અજય સિંહ રાહુલને પણ સિધી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.


અરૂણ યાદવને ખંડવાણા બેઠક પરથી ટિકિટ મળી છે. ઉજ્જૈન બેઠક પર બાબુલાલ માલવિયાને ટિકટ આપવામાં આવી છે. દમોહ બેઠક પરથી પ્રતાપસિંહ લોધીને ટિકિટ આપવામાં આવી છે.

લોકસભા 2019: બોલીવુડ અને સ્પોર્ટ સેલિબ્રિટી પર BJP-કોંગ્રેસનો દાવ, જાણો કોણ ક્યાંથી છે મેદાનમાં