નવી દિલ્હીઃ પાકિસ્તાનના નાણામંત્રી અસદ ઉમરે ખુદ સ્વિકાર્યુ છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે. તેમને કહ્યું કે, પાકિસ્તાનનુ મૂલ્ય દેવુ એટલુ ખતરનાક ઉંચાઇ પર પહોંચી ચૂક્યુ છે કે દેશ દેવાળૂ ફૂંકવાની તૈયારીમાં છે.


સોશ્યલ મીડિયાની સાથે અર્થવ્યવસ્થાના સંબંધમાં સવાલ જવાબના વિશેષ સત્રમાં ઉમરે બુધવારે કહ્યું કે, તમે આટલા ભારે દેવાના બોઝની સાથે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષની પાસે જઇ રહ્યાં છે, આપણે ભારે અંતરને ઓછુ કરવાનું છે. તેમને કહ્યું કે જો પીએમએલએન સમયના આંકડાને જોઇએ તો મોંઘવારી બે અંકમાં પહોંચી ગઇ હતી, અમે આશાવાદી છીએ કે હવે તે સ્તરને નથી અડી શકી.



ઉમરે માન્યુ કે અર્થવ્યવસ્થામાં મંદી છે જેના કારણે પરિણામ સ્વરૂપ રોજગારનો દર ધીમો છે. આપણો દેશ હાલમાં દેવામાં ડુબી ગયો છે.