જણાવીએ કે, આ પહેલા બન્ને અમિતાભ બચ્ચન અને રામ્યા કૃષ્ણનને ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1998માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં બન્નેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. ફિલ્મમાં ગોવિંદા અને રવીના ટંડન પણ મહત્ત્વની ભૂમિકમાં હતી.
આઈએએનએસ સાથે વાતચીતમાં ડાયરેક્ટરે જણાવ્યું કે, ‘રામ્યા મેમને અમિત જી સાથે પેર કરવામાં આવ્યા છે. ઓડિયન્સ બન્નેને અનોખી ભૂમિકાઓમાં જોઈ શકશે. આ પ્રકારના શાનદાર એક્ટર્સને એક સાથે લાવવા અને તેની સાથે કામ કરવાનું વાસ્તવમાં રોમાંચક છે. હાલમાં અમે મુંબઈમાં શૂટિંગ કરી રહ્યા છીએ.’