અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે બાકી રહેલા 13 ઉમેદવાર કોંગ્રેસ 2 એપ્રિલ સુધીમાં જાહેર કરશે. સોમવારે 1 એપ્રિલના રોજ દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળવાની છે. આ સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ પાર્ટીની ઈલેક્શન કમિટી CECની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતના 13 ઉમેદવારો અંગે નિર્ણય લેવામાં આવશે.




13 પૈકી 4 ઉમેદવાર છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસમાં આંતરિક અસંતોષ બહાર આવે નહીં તેથી ખૂબ જ જાળવીને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પોતાના 13 ઉમેદવારો જાહેર કરવા માટે કોંગ્રેસ પાર્ટી મંથન કરી રહી છે. અગાઉ જે 13 ઉમેદવારો જાહેર થયા હતા તે પણ 3 તબક્કામાં જાહેર કરવામાં આવ્યા હતા.



છેલ્લી ઘડીએ જાહેર થયેલા ડો.તુષાર ચૌધરીના નામનો પણ વિરોધ થયો હતો. આ ઉપરાંત જૂનાગઢમાં પૂંજા વંશના નામનો પણ વિરોધ થઈ રહ્યો છે. જ્યારે બાકીની 13 બેઠકોમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, જામનગર, ભાવનગ સહિતની બેઠકો માટે કોંગ્રેસે પેનલ તૈયાર કરી છે.



13મી 4 સીટ એવી હશે તે ચોથી તારીખે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્યારે 4 બેઠકો જાહેર કરી શકે છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પ્રથમ યાદીમાં જ ગુજરાતની 4 બેઠકો જાહેર કરી હતી પરંતુ ત્યારબાદ ઉમેદવારો જાહેર કરવામાં પાર્ટી ગુંચવણમાં હોય તેવું જણાઈ રહ્યું છે.