રાહુલ ગાંધીએ શનિવારે એલાન કર્યું કે કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર બનશે તો પર્યાવરણ સુધારા માટે લાખો ગ્રામીણ યુવાનોને રોજગારી આપશે. રાહુલે ટ્વિટ કરી કહ્યું કે, “ ભારતના જળાશયોનો પુનઃજીવિત કરવાની જરૂર છે. તેની સાથે વેરાન જમીનને ઉપજાઉ બનાવીને તેના પર વૃક્ષારોપણ કરવાની જરૂર છે. ” તેઓએ વધુમાં કહ્યું કે અમે પર્યાવરણમાં સુધારો લાવવા માટે દેશની ગ્રામ સભાઓમાં લાખો યુવાઓને રોજગારી પુરી પાડીશું. સાથે એ પણ કહ્યું પાર્ટી જલ્દીજ ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરશે.
BSFમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલો આ જવાન વારાણસીથી PM મોદી સામે લડશે ચૂંટણી, જાણો શું કહ્યું
SCમાં ચૂંટણી પંચે કહ્યુ- 50 ટકા VVPATની સરખામણીથી લોકસભા ચૂંટણીના પરિણામો પાંચ દિવસ મોડા આવશે
NYAY યોજના પર કોંગ્રેસની નવી જાહેરાત, હવે આ લોકોના ખાતામાં જમા થશે 72 હજાર રૂપિયા
આ પહેલા રાહુલ ગાંધીએ ન્યૂનતમ આવક યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અતંર્ગત દેશના 20 ટકા ગરીબ લોકોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવાના જાહેરાત કરવામાં આવી હતી. તેઓએ દાવો કર્યો હતો કે યોજનાથી દેશના 5 કરોડ પરિવાર એટેલે કે 25 કરોડ લોકોને ફાયદો થશે.
મુખ્યમંત્રીના નિવેદન પર હાર્દિક પટેલે શું કર્યો પલટવાર? જુઓ વીડિયો