મુંબઇઃ મુંબઇમાં અભિનેત્રી અને મુંબઇ નોર્થ બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઉર્મિલા માતોંડકર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બીજેપી નેતા સુરેશ નખુઆએ ઉર્મિલા માતોંડકર પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા પવઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે ઉર્મિલા માતોંડકરએ આ બધા આરોપોને ખોટા ઠેરવ્યા છે.
બીજેપી નેતા સુરેશ નખુઆએ કહ્યું કે, ઉર્મિલા માતોંડકરએ એક ટીવી શૉમાં હિન્દુ ધર્મને દુનિયાનો સૌથી હિંસક ધર્મ કહ્યો હતો અને આમ કરવાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
ખાસ વાત એ છે કે, નખુઆએ ઉર્મિલા માતોંડકર વિરુદ્ધની ફરિયાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એક પત્રકારનું પણ નામ સામેલ કર્યુ છે.