નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી પી.ચિદંબરમે કહ્યું હતું કે અમે લોકો દેશના 20 ટકા ગરીબ લોકોને આ યોજના હેઠળ ફાયદો પહોંચાડીશું જે હેઠળ લગભગ 25 કરોડ લોકોને ફાયદો થશે. તેમણે કહ્યું કે, આ યોજના 30-40 વર્ષ અગાઉ લાગુ કરી શકાતી નહોતી. કોગ્રેસની સરકાર 1991માં જે લિબ્રેલાઇઝેશન કર્યું હતું તેના કારણે આ સ્થિતિ પેદા થઇ છે કે આ પ્રકારે સ્કીમને લાગુ કરી શકાય છે.
તેમણે કહ્યું કે, અમે તમામ સ્તર પર આ યોજનાને લઇને ચર્ચા વિચારણા કરી છે. જે હેઠળ દર મહિને એક પરિવારને 6000 રૂપિયા એટલે કે વાર્ષિક 72000 રૂપિયા આપવામાં આવશે. ચિદંબરમે કહ્યું કે, જેને લઇને અમે અનેક અર્થશાસ્ત્રીઓ સાથે વાત કરી હતી અને તમામ લોકોએ તેના પર સહમતિ વ્યક્ત કરી હતી.