કૉંગ્રેસ સપના ચૌધરીને ઉત્તર પ્રદેશની મથુરા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. ભાજપે મથુરા બેઠક પરથી ડ્રીમ ગર્લ હેમા માલિનીને ટિકિટ ફાળવી છે.
ડાન્સર સપના ચૌધરી કૉંગ્રેસમાં સામેલ, મથુરા બેઠક પરથી કૉંગ્રેસ આપી શકે છે ટિકિટ
એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 23 Mar 2019 09:46 PM (IST)
NEXT PREV
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ તમામ પક્ષો એક બાદ એક ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે અમુક બેઠકો પર નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યાં છે. હરિયાણના જાણીતી ડાન્સર અને બિગ બોસ ફેમ સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઈ છે. છેલ્લા ઘણા સમયથી સપના ચૌધરી કૉંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી.