નવી દિલ્હી: આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ 11 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. આ પહેલા ભાજપે 36 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. શનિવારે ભાજપે ઉત્તર પ્રદેશની ત્રણ સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કૈરાનાથી પ્રદીપ ચૌધરી, નગાનાથી ડો. યશવંત, બુલંદશહરથી ભોલા સિંહને ટિકિટ આપવામાં આવી છે. તેમાંથી નગીના અને બુલંદશહર એસસી સીટ છે. આ પહેલા બીજેપીએ લોકસભા ચૂંટણી માટે 184 ઉમેદવારોની પહેલી યાદી શુક્રવારે જાહેર કરી હતી.


ઉલ્લેખનીય છે કે, કૈરાના સીટને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહાગઠબંધને કૈરાનાથી તબસ્સુમ હસનને ટિકિટ આપી છે. બીજી તરફ, કોંગ્રેસે અહીંથી હરેન્દ્ર મલિક પર દાવ રમ્યો છે. નગીનાથી કોંગ્રેસે ઓમવતી દેવી જાટવને ટિકિટ આપી છે અને બુલંદશહરમાં કોંગ્રેસે બંશીલાલા પહાડિયા પર ભરોસો મૂક્યો છે.

લોકસભા ચૂંટણીઃ ભાજપે 36 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, જાણો કોને કોને મળી ટિકીટ?