નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની પ્રથમ મેચમાં ધોનીના નેતૃત્વવાળી ચેન્નઇ સુપર કિંગ્સ(CSK)નો 7 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા મળેલા 71 રનના લક્ષ્યાંકને સીએસકેએ 17.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. અંબાતી રાયડૂએ 28, સુરેશ રૈનાએ 19 રન બનાવ્યા હતા.


આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 17.1 ઓવરમાં 70 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આસીબી તરફથી માત્ર પાર્થિવ પટેલ જ ડબલ ફીગરમાં પહોંચી શક્યો હતો. તેણે  29 રન બનાવ્યા હતા. આ સિવાયના તમામ દિગ્ગજ બેટ્સમેનો ફેલ ગયા હતા. ઇમરાન તાહિરે 4 ઓવરમાં 1 મેડન નાંખી 9 રનમાં ત્રણ વિકેટ, હરભજન સિંહે 4 ઓવરમાં 20 રન આપી ત્રણ વિકેટ તથા રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 1 મેડન નાંખી 15 રનમાં બે વિકેટ ઝડપી હતી.

CSKની ટીમઃ રાયડૂ, વોટસન, રૈના, ધોની, જાધવ, જાડેજા, બ્રાવો, ચહર, શાર્દૂલ ઠાકુર, હરભજન સિંહ, ઈમરાન તાહિર

RCBની ટીમઃ કોહલી, પાર્થિવ પટેલ, મોઇન અલી, હેટમાયર, એબી ડીવિલિયર્સ, શિવમ દૂબે, ગ્રાન્ડહોમ, ઉમેશ યાદવ, ચહલ, મોહમ્મદ સિરાજ, સૈની

વાંચોઃ ‘હું કોઈથી નથી ડરતો, પણ વિરાટભાઈના ગુસ્સાનો લાગે છે ડર’, જાણો ટીમ ઈન્ડિયાના ક્યા ખેલાડીએ કર્યું નિવેદન

રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત આ સીટ પરથી પણ ચૂંટણી લડશે, જાણો વિગત