નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ પણ નમો ટીવી પર ચૂંટણી સંબધીત સામગ્રીનું પ્રસારણ કરવા બદલ ભાજપને નોટીસ આપી છે. જેની જાણકારી એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આપી. દિલ્હીમાં લોકસભાની તમામ સીટો પર રવિવારે મતદાન થવાનું છે. જેને લઈને ચૂંટણી પ્રચાર શુક્રવાર સાંજે છ વાગ્યાથી શાંત પડી ગયો હતો.


ચૂંટણી અધિકારી રણવીર સિંહે શુક્રવારે કહ્યું હતું કે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ પણ શહેરમાં અને સોશિયલ મીડિયા પર રાજનીતિક પ્રચાર ખતમ થયો નથી. તેઓએ કહ્યું કે, ભાજપને શુક્રવારે નોટીસ મોકલવામાં આવી છે. તેઓએ કહ્યું, “ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ પણ નમો ટીવી પર ચૂંટણી સંબંધીત સામગ્રીનું પ્રસારણ ચાલી રહ્યું છે. જેને લઈને તેને નોટીસ મોકલવામાં આવી છે. અને શનિવારે સાંજ સુધીમાં જવાબ આપવા કહ્યું છે.”

રાહુલ ગાંધીને લાગ્યો ભજનનો રંગ, કૉંગ્રેસ ઉમેદવારે સભામાં ભજન ગાતા રાહુલે વીડિયો બનાવી શેર કર્યો

AAPના ઉમેદવારના પુત્રનો ખુલાસો, કહ્યું- ટિકિટ માટે મારા પિતાએ કેજરીવાલને આપ્યા 6 કરોડ રૂપિયા, જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં ચૂંટણીપંચે નિર્દેશ આપ્યો હતો કે નમો ટીવી પર દેખાડવામાં આવતા તમામ રેકોર્ડેડ કાર્યક્રમો પહેલા પ્રમાણિત કરાવવામાં આવે. તેના બાદ ભાજપને પ્રમાણિત કર્યા વગરની સામગ્રી ચેનલ પર પ્રસારીત નહીં કરવાનો આદેશ આપ્યો હતો.