નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. દેશનો મૂડ જાણવા માટે એબીપી ન્યૂઝ-સી વોટરે દેશની તમામ 543 લોકસભા સીટો પર આ સર્વે કર્યો છે. આ સર્વે ફેબ્રુઆરી 2019ના પ્રથમ સપ્તાહથી લઈ માર્ચ 2019ના પ્રથમ સપ્તાહ દરમિયાન કરવામાં આવ્યો છે. આ સર્વેમાં 50 હજારથી વધારે લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે.


એબીપી ન્યૂઝ-સી વોટર સર્વેમાં સામે આવ્યું છે કે એનડીએ ગઠબંધન સરકાર બનાવવા માટે જરૂરી 272 બેઠકોના આંકડાથી પાછળ રહી શકે છે. તેને કુલ 543 બેઠકોમાંથી 264 બેઠકો મળી શકે છે. યૂપીએ પણ સરકાર બનાવવાની રેસમાં સામે આવતું જોવા મળી રહ્યું છે. યૂપીએને કુલ 543 બેઠકોમાંથી 141 બેઠકો મળી શકે છે. સરકાર બનાવવા માટે એનડીએ અને યૂપીએ બંનેએ અન્ય પર નિર્ભર રહેવું પડી શકે છે. અન્યના ખાતામાં 138 બેઠકો જઈ શકે છે. NDAને લોકસભાની ચૂંટણીમાં 41 ટકા મત મળી શકે છે. UPAને 31 ટકા મત મળી શકે છે, જ્યારે અન્યને 28 ટકા મત મળી શકે છે.

વાંચો: ABP ન્યૂઝનો સર્વેઃ ગુજરાતમાં ભાજપને કેટલી સીટનું થઈ શકે છે નુકસાન, જાણો વિગત