નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019નો શંખનાદ થઈ ગયો છે. એબીપી ન્યૂઝે 2019ની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્યના લોકોનો મૂડ જાણવાની કોશિશ કરી હતી. એબીપી ન્યૂઝ અને સી વોટર સર્વે મુજબ ગુજરાતમાં બીજેપીનું પલડું ભારે છે. સર્વે મુજબ ભાજપ 24 સીટ જીતી શકે છે. જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરનારી કોંગ્રેસને સર્વેમાં કોઇ ફાયદો નહીં થાય. એબીપી ન્યૂઝ અને સી વોટરના સર્વેમાં કોંગ્રેસને ગુજરાતમાં 2 સીટ મળી શકે છે.

વાંચોઃ હાર્દિક પટેલે સત્તાવાર રીતે કૉંગ્રેસમાંથી ચૂંટણી લડવાની કરી જાહેરાત, જાણો કઈ બેઠક પરથી લડશે ચૂંટણી

વોટ શેરની વાત કરવામાં તેમાં પણ ભાજપ કોંગ્રેસ કરતાં ઘણી આગળ છે. બીજેપીને 53.1 ટકા વોટ સર્વે મુજબ મળી રહ્યો છે, કોંગ્રેસને 40.3 ટકા વોટ મળવાની સંભાવના છે. વોટ શેરમાં ભાજપ કોંગ્રેસ કરતાં લગભગ 13 ટકા વધારે વોટ મળવી રહી છે.

વાંચોઃ લોકસભા ચૂંટણીઃ જાણો ગુજરાત ચૂંટણી અંગે મહત્વની વાતો

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ 26 સીટો જીતી હતી. 2017 વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 182 સીટોમાંથી ભાજપ 100નો આંકડો પણ સ્પર્શી શકી નહોતી.

નોંધઃ એબીપી ન્યૂઝ-સી વોટરે દેશની તમામ 543 લોકસભા સીટો પર આ સર્વે કર્યો છે. આ સર્વે ફેબ્રુઆરી 2019ના પ્રથમ સપ્તાહથી લઈ માર્ચ 2019ના પ્રથમ સપ્તાહ દરમિયાન કરવામાં આવ્યો છે. આ સર્વેમાં 50 હજારથી વધારે લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે.

વાંચોઃ લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં એક જ તબક્કામાં યોજાશે મતદાન, જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી

લોકસભાની ચૂંટણી કેટલા તબક્કામાં યોજાશે, ક્યારે આવશે પરિણામ, જુઓ વીડિયો


ગુજરાતમાં કઈ તારીખે યોજાશે લોકસભાની ચૂંટણી, જુઓ વીડિયો