ભોપાલ: કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ વાતની જાણકારી રાજ્યના મુખ્યમંત્રી કમલનાથે આપી છે. કમલનાથે કહ્યું, પાર્ટીની ચૂંટણી સમિતિ કાલે તેમના નામની જાહેરાત કરશે.


પત્રકારો સાથેની વાતચીતમાં કમલનાથે કહ્યું, દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડશે. કાલે ચૂંટણી સમિતિ તેમના નામની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે ભોપાલમાં કૉંગ્રેસ વર્ષ 1989 બાદ ચૂંટણી નથી જીતી.

આ પહેલા કમલનાથે શનિવારે કહ્યું હતું કે તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને આગ્રહ કર્યો છે કે તેઓ લોકસભા ચૂંટણી લડવા માંગતા હોય તો પ્રદેશની કેટલીક પડકાર રૂપ બેઠકોમાંથી કોઈ એક બેઠક પર ચૂંટણી લડે.

એનડીએએ બિહારથી ઉમેદવારોની યાદી કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓનું પત્તું કપાયું