નવી દિલ્હીઃ ગૂગલ Inbox By Google સર્વિસ બંધ કરવા જઈ રહી ચે. કંપનીએ તેને બંધ કરવાની જાહેરાત પહેલા જ કરી દીધી હતી, પરંતુ ક્યારે બંધ થશે તેની તારીખનો ખુલાસો કર્યો ન હતો. જોકે હવે લોકોને નોટિફિકસન દ્વારા તારીખ વિશે જણાવવામાં આવ્યું છે. 2 એપ્રિલથી ગૂગલ પોતાની Inbox By Google સર્વિસ બંધ કરી દેશે. ગૂગલે હાલમાં જ પોતાની ચેટ એપ Allo પણ બંધ કરી દીધી હતી.



જીમેલથી આ એપ્લિકેશન 2014માં લોન્ચ કરવામાં આવી હતી. ગૂગલે ઉત્પાદકતા વધારવા માટે આ એપ્લિકેશનનો પ્રારંભ કર્યો હતો. ખાસ કરીને એવા યૂઝર્સ માટે આ સર્વિસ ચાલુ કરવામાં આવી હતી જે દિવસ દરમિયાન વધુ જીમેલનો ઉપયોગ કરે છે જેને વધુ ઈ-મેલ આવાત હોય છે.



જો Inbox by Gmailની ખાસિયતની વાત કરીએ તો આ એપ દ્વારા યૂઝર્સ ઇ-મેલને ઓટો રિપ્લાઇ કરી શકતા હતા. આ ઉપરાંત તેમા યૂઝર્સને બંડલ્સ અથવા જથ્થાબંધ જવાબોનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જોકે, અહેવાલ અનુસાર આ એપ બંધ થવા પર ગૂગલ તમેની જીમેલ એપમાં ઓટો રિપ્લાઇ, ઇનલાઇન, અટેચમેન્ટ જેવા ફિચર્સ ઇંટિગ્રેટ કરવાની તૈયારીમાં છે.