ભોપાલમાં એક ચૂંટણી સભા દરમ્યાન દિગ્વિજય સિંહે લોકોને પુછ્યું કે, કોઈના ખાતામાં પંદર લાખ રૂપિયા આવ્યા? ત્યારબાદ એક યુવક હાં બોલ્યો, તો દિગ્વિજય સિંહે તેને મંચ પર બોલાવ્યો હતો. ત્યારબાદ યુવક મંચ પર એર સ્ટ્રાઈકના વખાણ કરવા લાગ્યો હતો. મંચ પર હાજર અન્ય નેતાઓએ આ યુવકને ધક્કો મારી મંચ પરથી નીચે ઉતારી મુક્યો હતો.
મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પર કોંગ્રેસ તરફથી દિગ્વિજય સિંહને ઉમેદવાર છે, જ્યારે ભાજપ તરફથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉતારવામાં આવ્યા છે. ભોપાલની આ બેઠક પર મુકાબલો રસપ્રદ બન્યો છે.
રાહુલ ગાંધી પર પંકજા મુંડેનું વિવાદિત નિવેદન કહ્યું, 'બોમ્બ બાંધી બીજા દેશમાં મોકલી દો'
ગુજરાતના 4.51 કરોડ મતદારો 371 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, 51,851 મતદાન મથકો પર યોજાશે વોટિંગ