નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એ નિવેદન પર રાજકારણ ગરમાયું છે જેમાં તેમણે કહ્યું હતું કે ભારતે ન્યૂક્લિયર બોમ્બ દિવાળી માટે નથી રાખ્યા. જેના પર વિપક્ષી પાર્ટીઓના વિરોધના સુર સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ તેના પર વિરોધ વ્યક્ત કર્યો છે અને તેને નિચલા સ્તરનું નિવેદન ગણાવ્યું છે. મહબૂબા મુફ્તીને તેને લઈને ટ્વિટ કર્યું છે.


મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને કહ્યું, ભારતે ન્યૂક્લિયર બોમ્બ દિવાળી માટે નથી બનાવ્યા તો, શું પાકિસ્તાને તેને ઈદ માટે રાખ્યા છે ? પીએમ મોદીએ આ પ્રકારની નિમ્ન પ્રકારની રાજનીતિથી દૂર રહેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે એક ચૂંટણી સભા દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, વારંવાર અમારી પાસે ન્યૂક્લિયર બટન છે, ન્યૂક્લિયર બટન છે, એવું જ કહેતા હતા. સમાચારપત્રોવાળા પણ કહેતા કે પાકિસ્તાન પાસે પણ ન્યૂક્લિયર બોમ્બ છે. તો આપણી પાસે શું છે? શું તે દિવાળી માટે રાખ્યા છે? અમારી સરકારે પાકિસ્તાનની બધી હેકડી કાઢી નાખી, તેને કટોરો લઈ ફરવા માટે મજબૂર કરી દીધુ છે.

રાહુલ ગાંધી પર પંકજા મુંડેનું વિવાદિત નિવેદન કહ્યું, 'બોમ્બ બાંધી બીજા દેશમાં મોકલી દો'