પાલનપુરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે શિહોરીની સભામાં ભાજપના નેતા દ્વારા લોકોને રૂપિયાની વહેંચણી મુદ્દે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઇ છે.





આ અંગે શિહોરી પોલીસ મથકે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. શિહોરી સભામાં ભાજપના આગેવાન હંસપૂરી ગોસ્વામી દ્વારા નાણાં વહેંચવા બાબતે ફરિયાદ નોંધાઇ છે. પાટણ લોકસભાના ચૂંટણી અધિકારીએ તપાસ કરાવી લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123 અને IPC ની કલમ 171 મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે. શિહોરી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ
રાજકોટઃ માતાજીના માંડવામાં ભાજપના કયા ધારાસભ્ય ધુણ્યા? કયા સાંસદ પણ રહ્યા હાજર?
સાબરકાંઠા:ભારે પવનના કારણે PM મોદીની સભાનો મંડપ ધરાશાયી, જુઓ વીડિયો