મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં રિચાએ કહ્યું કે, ‘મે ઘણી વખત કમબેક કરવાનું વિચાર્યું પરંતુ બોડી શેમિંગ અને કાસ્ટિંગ કાઉચના કારણે ન કરી શકી.’ હવે રિચાએ લગ્ન કરી લીધા છે અને કોર્પોરેટ જગતમાં પોતાની કારકિર્દી બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. રિચાએ કહ્યું કે, ‘મે ખીચડી, બા બહુ ઔર બેબી અને મિસેજ તેંડુલકર પછી ગુમરાહના એક એપિસોડમાં કામ કર્યું. પરંતુ મારો પરિવાર આ માટે સહજ ન હતો. હું એક ગુજરાતી પરિવારથી આવું છું અને તે ઘણું કૂલ છે. પરંતુ જ્યારે વાત રોમાંટિક સીન અથવા એક્સપોઝિંગ સીનની આવે ત્યારે મારો પરિવાર સહજ નથી. તેમને મને કહ્યું કે મારે આવા પાત્ર ન ભજવવા જોઈએ.’
ઉપરાંત રિચાએ કહ્યું કે, ‘મે ક્યારે કોસ્ટિંગ કાઉચ ફેસ કર્યો નથી. પરંતુ લગ્ન બાદ જ્યારે હું કેટલીક જગ્યાએ ઓડિશન આપી રહી હતી ત્યારે મને ‘સમજૂતી’ કરવા માટે કહેવામાં આવ્યું. આ અનુભવે મને અંદરથી હચમચાવી દીધી.’ આ સિવાય રિચાએ કહ્યું કે, ‘મને ઘણી વખત કહેવામાં આવ્યું કે જો મારે એક્ટિંગ કરવી છે તો વજન ઘટાડવું પડશે. પરંતુ હું માત્ર ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બનવા માટે મારું વજન ઘટાડવા માંગતી નહોતી.’