નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીનું નિધન થયું છે. દિલ્હીની ડિફેન્સ કોલોનીમાં રહેતા રોહિત શેખરને તેની માતા અને પત્ની મેક્સ હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જો કે મોતનું કારણ અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. પરંતું પ્રાપ્ત જાણકારી પ્રમાણે રોહિત શેખરનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા છે. યૂપીની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રોહિત શેખરના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.


રોહિત શેખરના નિધનની જાણકારી દક્ષિણ દિલ્હીના ડીસીપી વિજય કુમારે આપી છે. ઉલ્લેખનીય છે કે, 18 ઓક્ટોબરે એનડી તિવારીનું લાંબી બિમારી બાદ નિધન થયું હતું.


ઉલ્લેખનીય છે કે રોહિત શેખરે વર્ષ 2008માં કોર્ટમાં દાવો કર્યો હતો કે નારાયણ દત્ત તિવારીનો તેમના બાયલોજિકલ ફાધર છે. તેના બાદ ડીએનએ રિપોર્ટમાં રોહિત શેખર એનડી તિવારીનો પુત્ર હોવાની પુષ્ટિ થઈ હતી. 2014માં નારાયણ દત્ત તિવારીએ રોહિતની માતા ઉજ્જવલા શર્મા સાથે વિધિવત લગ્ન કર્યા હતા. ત્યારે તેની ઉંમર 89 વર્ષ હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં માવઠું, કમોસમી વરસાદથી પાકને નુકશાનની ભીતિ

તમિલનાડુ: વેલ્લોર બેઠક પર લોકસભાની ચૂંટણી થઈ રદ, DMK ઉમેદવારના ઘરેથી મળ્યા હતા 15 કરોડ

બીજા તબક્કાના મતદાન પહેલા ECએ કોની કોની સામે ચૂંટણી પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ? જુઓ વીડિયો