Elections 2022 Live: નિર્દોષ રામભક્તોના લોહીથી જેમની ટોપી રંગાઈ છે તેઓ આજે શાંતિનો ઉપદેશ આપે છેઃ યોગી

Elections 2022: ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી રાજ્યોની કમાન સંભાળી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 29 Jan 2022 07:53 PM
નિર્દોષ રામભક્તોના લોહીથી જેમની ટોપી રંગાઈ છે તેઓ આજે શાંતિનો ઉપદેશ આપે છેઃ યોગી

ગાઝિયાબાદમાં યોગી આદિત્યનાથે કહ્યું, દંગાના કારણે માર્યા ગયેલા નિર્દોષોના લોહી અને નિર્દોષ રામભક્તો પર ગોળીઓ ચલાવીને જેમની ટોપીઓ રંગાઈ છે તેઓ આજે શાંતિનો ઉપદેશ આપી રહ્યા છે. તેમને બોલવામાં જરા પણ સંકોચ નથી થતો. ચૂંટણીમાં તેમણે ફરીથી આવા દાગી લોકોને ઉમેદવાર બનાવ્યા છે.

સિદ્ધુએ કોને આપ્યો પડકાર

પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ શિરોમણિ અકાલી દળના ઉમેદવાર વિક્રમ સિંહ મજીઠિયાના નામાંકન પર કહ્યું, જો તેમનામાં હિંમત હોય તો મજીઠા છોડી દે અને માત્ર અમૃતસર ઈસ્ટથી ચૂંટણી લડે. વિક્રમ સિંહ મજીઠિયાએ અમૃતસર ઈસ્ટ અને મજીઠાથી ઉમેદવારી પત્ર ભર્યુ છે.

ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીનું સોંગ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને આમ આદમી પાર્ટીએ યુપી મેં ઈ બા સોંગ રિલીઝ કર્યુ છે.






પંજાબ ચૂંટણીમાં કેજરીવાલે ભગવંત માન અને સિદ્ધુને લઈ શું કહ્યું

અરવિંદ કેજરીવાલે કહ્યું, '1966થી લઈને આજ સુધી પંજાબને લૂંટવામાં આવ્યું છે. પંજાબની જનતાએ નક્કી કરવાનું છે કે આ વખતે ડ્રગ વેચનાર, રેતી ચોરી કરનારાઓને મત આપવો કે આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનને મત આપવો.  અરવિંદ કેજરીવાલે કહ્યું, 'સિદ્ધુ સાહેબ મારા પર આરોપ લગાવતા રહે છે. તેમને છોડી દો. મને તેમની દયા આવે છે. કોંગ્રેસે સિદ્ધુની શું હાલત કરી છે.'

તમારો એક વોટ માફિયારાજથી મુક્તિ અપાવી શકે છેઃ શાહ

તમારો એક મત ઉત્તર પ્રદેશમાં માફિયા રાજ પણ લાવી શકે છે અને એ જ મત માફિયા રાજથી આઝાદી પણ લાવી શકે છે. સપા-બસપાની સરકાર બનશે તો ફરી માફિયારાજ આવશે, જાતિવાદ આવશે. પરંતુ જો તમે ભાજપને મત આપશો તો ઉત્તર પ્રદેશ દેશનું નંબર વન રાજ્ય બની જશે.






અહીંથી ઉઠેલી લહેર કાશી સુધી જાય છેઃ અમિત શાહ

અમિત શાહે રેલી દરમિયાન કહ્યું કે હું લાંબા સમય પછી મુઝફ્ફરનગર આવ્યો છું. જ્યારે તેઓ યુપીના પ્રભારી બન્યા ત્યારે શરૂઆતમાં તોફાનો થયા હતા. જેઓ આરોપી હતા તેઓ પીડિતો બન્યા અને જેઓ પીડિતો હતા તેઓ આરોપી બન્યા. એ રમખાણોની પીડા હું ભૂલ્યો નથી. આ તે મુઝફ્ફરનગર છે જેણે 2014, 2017 અને 2019 માં ઉત્તર પ્રદેશમાં ભાજપની વિશાળ જીતનો પાયો નાખ્યો હતો. આ તે શહેર છે જ્યાંથી ઉઠેલી લહેર કાશી સુધી જાય છે અને આપણા વિરોધીઓના સૂપડા સાફ કરે છે.

બ્રેકગ્રાઉન્ડ

Elections 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે ભાજપ જોરશોરથી પ્રચારમાં જોડાયો છે. ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કમાન સંભાળી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.