Election 2024 Update: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની અધ્યક્ષતામાં ક્ષત્રિયોની બેઠક, રૂપાલાને માફ કરવા અપીલ
સૌરાષ્ટ્રના જિલ્લા બાદ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ શરુ થયો
પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી સૌથી વધુ મને દુઃખ થયુ. આપણા બાપુજીનું માથું વાઢી નાખ્યું હોય તો પણ આપણા શરણે આવીએ તો આપણે માફી આપી દઈએ. મારે પી.ટી જાડેજાને યાદ કરવો છે,પી.ટી જાડેજાને નાલાયક કહ્યા. એનાથી પણ ભૂલ થઈ હતી ત્યારે હું ગયો જતો. તમે સમાજને ગુમરાહ ન કરો,એમ છતાં કાંઈ કરવું હોય તો કરી લેજો. મારી સીટ પર મારા સમાજના માત્ર સાત હજાર મત છે.
પી.ટી જાડેજા પર જયરાજસિંહ જાડેજા પર આકરા પ્રહારો કર્યા.
આ મારો નિર્ણય નહીં, રાજપૂત સમાજનો નિર્ણય છે. પુરષોતમ રૂપાલાને માફ કરવા મંચ પરથી અપીલ કરુ છું. માફીનો વિરોધ કરનારાઓને જયરાજસિંહ જાડેજાએ સલાહ આપી હતી. સમાજને ગુમરાહ ન કરો. પી.ટી.જાડેજાએ પણ અગાઉ માફી માગી છે. ભાજપે ક્ષત્રિય સમાજને ઘણું આપ્યું છે. ગોંડલ બેઠક પર લેઉવા પટેલ મતદારો છતા ક્ષત્રિયને ટિકિટ આપી છે. પાર્ટી સમજી વિચારીને ટિકિટ આપી છે.
ભાજપે રાજ્યસભામાં પણ ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપ્યુ છે. સોશલ મીડિયાના સવાલોનો જવાબ હું નથી આપતો. જયરાજસિંહે સવાલ ઉઠાવનારાઓને ખૂલ્લો પડકાર ફેંક્યો હતો. સોશલ મીડિયામાં સવાલો કરનારા એક જગ્યાએ એકઠા થાય હું જવાબ આપીશ.
પરષોતમ રૂપાલાના નિવેદન મુદ્દે ભાજપે ડેમેજ કંટ્રોલ શરુ કરી દીધુ છે. ભાજપ સમર્થિત ક્ષત્રિય નેતાઓનું રાજકોટના ગોંડલમાં સંમેલન યોજાયું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું છે. આ બેઠકમાં પુરષોતમ રૂપાલાની માફીને માન્ય રાખવાનો મત વ્યકત કર્યો છે.
પરસોતમ રૂપાલાએ પોતાના સંબોધનમાં સૌ પ્રથમ બધા ક્ષત્રિયોને રામ રામ કહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, ઢોલ નગારાંથી સ્વાગત ક્ષત્રિય સમાજ સિવાય કોઈ કરી ન શકે. મને સામા લેવા ગણેશ આવ્યા. આજના કાર્યક્રમમાં યજમાન જયરાજસિંહ જાડેજા છે. મારાથી આ બોલાયું એનો મને રંજ છે. આનાથી મોટો અફસોસ મને મારી જિંદગીમાં ક્યારેય નથી થયો. આ સમાજ વચ્ચે બે હાથ જોડીને માફી માગું છું.
હું કાર્યક્રમમાં જતો હોઉ તેમ મારૂ સ્વાગત કરાયું. મારા નિવેદનના કારણે સમાજમાં રોષ ફેલાયો. મારા નિવેદન બાદ મે માફી પણ માગી છે. મારી જીભથી નીકળેલા શબ્દોનો મને રંજ છે. મારી જીભ લપસી ક્યારેય આવુ થયુ નથી. મારી પાર્ટીને મારા કારણે આજે સાંભળવું પડ્યું. રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને માફી માગી હતી. મારા માટે નહીં પણ મારી પાર્ટી માટે સમાજની માફી માગુ છુ. આ ક્ષતિ સંપૂર્ણ મારી ક્ષતિ છે,જવાબદાર હું છું. મારા કારણે ક્ષત્રિય સમાજને સહન કરવું પડશે તેની જવાબદારી મારી. હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરૂ છું અને માફી માગુ છું. જયરાજસિંહનો પણ રૂપાલાએ માન્યો આભાર માન્યો હતો.
રાજકોટ જિલ્લાના ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અધ્યક્ષતા ક્ષત્રિય સમાજની બેઠક પહેલા વિરોધ પણ સામે આવ્યો છે. ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી અને ભાજપ સાથે જોડાયેલ પદ્મિનીબા વાળા દ્વારા બેઠકનો વિરોધ નોંધવામાં આવ્યો છે. જ્યાં સુધી રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ન ખેંચે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. જોકે, એક વાત એક વાત એ પણ છે અગાઉ ખુદ પદ્મિનીબા દ્વારા રૂપાલાનો પ્રચાર કરવામાં આવ્યો છે.
તો આ પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપના અલ્પેશ ઢોલરીયાએ કહ્યું કે, ક્ષત્રિયના ખોળે જન્મ લેવાનું ભગવાન રામ અને કૃષ્ણનું પણ અહો ભાગ્ય. અલ્પેશ ઢોલરીયાએ કહ્યું આગામી 30 વર્ષ અમારો ગણેશભાઈ ધારાસભ્ય બને. જયરાજસિંહ જાડેજામાં તમામ ક્ષત્રિય સમાજના ગુણ.
ગોંડલમાં ક્ષત્રિય અગ્રણી લીમડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. કિરીટસિંહ રાણાએ કહ્યું અમે પણ સમાજના વ્યક્તિ. તમને જેટલું દુઃખ થયું,એટલું જ અમને દુઃખ થયું છે. કિરીટસિંહ રાણાએ કહ્યું અમે પણ તમારા થકી જ નેતા બન્યા હતા.
રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલ દવેએ ક્ષત્રિય સમાજ અને મહારાણા પ્રતાપ વિશે વાત કરી હતી. ભાજપના પીઢ નેતા રાજેન્દ્રસિંહ રાણાને ધવલ દવેએ યાદ કર્યા હતા. કોંગ્રેસના પર ધવલ દવેએ આકરા પ્રહારો કર્યા હતા.
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ની આગેવાનીમાં ગોંડલ સ્થિત મળેલ બેઠક બાદ સમાધાન થવાની પુરી શક્યતા છે. પરષોત્તમ રૂપાલાએ કરેલ નિવેદન યોગ્ય નથી પરંતુ તેઓએ તુરંત માફી માંગી તો આપણે માફી આપવી જોઈએ. ભૂતકાળમાં અનેક લોકોને માફી આપવામાં આવી છે તો પરષોત્તમ રૂપાલાને પણ માફી આપવી જોઈએ તેવો આગેવાનો દ્વારા મત આપવામાં આવ્યો. ભાજપના અગ્રણી ક્ષત્રિય સમાજના લોકોએ સંબોધન કર્યું.
ગોંડલ ખાતે મળેલ બેઠકમાં જયરાજસિંહ જાડેજા (પૂર્વ ધારાસભ્ય ગોંડલ), કિરીટસિંહ રાણા (ધારાસભ્ય), કેસરીદેવસિંહ ઝાલા (રાજ્યસભાના સાંસદ), નરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ લોધીકા સહકારી સંઘના ચેરમેન), રાજકોટ ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ ભાજપના ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહીત રાજકોટ શહેર જિલ્લાના ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.
બીજેપી નેતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બાદ ભારે નારાજગી જોવા મળી રહી છે. ક્ષત્રિય સમાજના અનેક મોભીઓએ આ નિવેદનને વખોડી કાઢ્યું અને બીજેપી નેતા સામે કાર્યવાહીની પણ માગણી કરી છે. તો બીજી તરફ વિવાદ વધતા આજે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને અન્ય રાજકીય આગેવાનો દ્વારા આ મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ગોંડલના સેમળા ગામમાં આવેલા ગણેશ ગઢમાં ક્ષત્રિય સમાજની બેઠક ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. રાજ્યસભાના સાંસદ, ક્ષત્રિય સમાજના ધારાસભ્યો અને સંગઠનના આગેવાનો ઉપસ્થિત છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. રૂપાલાના પૂતળા દહન કેસમાં ફરિયાદ નોંધાતા સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ક્ષત્રિય સમાજના 500થી વધુ લોકો પોલીસ સ્ટેશન પર ઉમટ્યા હતા. રૂપાલાના પૂતળા દહન કેસમાં 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે
અમરેલી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ થયું હતું. બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે રાજીનામું આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો યથાવત છે. કોંગ્રેસના પ્રમુખે ધારાસભ્યના હાથે કેસરિયો ધારણ કર્યો હતો.
રાજકોટમાં સ્વામીનારાયણ મંદિરના સત્સંગ હોલમાં ભાજપની બેઠક અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ છે. મંદિરમાં બેનર અને પોસ્ટર લગાવી કર્યો નિયમોનો ભંગનો આરોપ કરાયો હતો. ભાજપની બેઠકનો આચાર સંહિતા ભંગ ગણાવી ચૂંટણી અધિકારીને વિપક્ષ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. લેખિત ફરિયાદ કરી આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરાઇ હતી. ગઈકાલે સી આર પાટીલ દ્વારા સભાનું સંબોધન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢના કેશોદમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ આચારસંહિતા ભંગના આરોપ સાથે ફરિયાદ નોંધાઈ છે. કેશોદના RTI એક્ટિવિસ્ટ અલ્પેશ ત્રાબડીયાએ આરોપ લગાવ્યો હતો કે કેશોદમાં ભાજપ શાસિત નગરપાલિકા અને તાલુકા પંચાયત કચેરીનો પ્રચાર પ્રસાર માટે ઉપયોગ કરાયો હતો. આ અંગેના ફોટા સોશલ મીડિયાામાં વાયયર થતા ફરિયાદ નોંધાઈ છે.
પહેલા સૌરાષ્ટ્રના જિલ્લા અને હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ શરૂ થયો હતો. આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા અને રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી કે જો ભાજપ રૂપાલાના સ્થાને બીજાને ટિકિટ નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે.
પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે મોરચો માંડ્યો હતો. ક્ષત્રિયો વિશે વિવાદિત ટિપ્પણી બાદ રૂપાલાએ માફી તો માંગી લીધી પરંતુ નારાજ ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે. સુરેન્દ્રનગરમાં ગુરુવારે સાંજે પરસોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરાયુ હતું. આ કેસમાં ક્ષત્રિય સમાજના 10 આગેવાનો અને યુવાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
બ્રેકગ્રાઉન્ડ
Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.
બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.
26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
વિધાનસભાની 26 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, હિમાચલ, રાજસ્થાન, તમિલનાડુમાં પેટાચૂંટણી યોજાવાની છે. તમામ 26 વિધાનસભાઓ પર પેટાચૂંટણી યોજાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -