બનાસકાંઠા: પાલનપુર-આબુ હાઈવે નજીક આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીમાં સવારે એક હૃદયદ્વાવક ઘટના બની છે. બાથરૂમમાં કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઈ જતાં મોત થયું છે. 15 મિનિટ સુધી બહાર ન નીકળતાં માતાએ દરવાજો ખખડાવ્યો જો કે, કોઈ રિસ્પોન્સ ન મળ્યો. જે બાદ માતાએ જાળીમાંથી જોતા તેમના હોંશ ઉડી ગયા.
આ અંગે વિગતે વાત કરીએ તો, પાલનપુર - આબુ હાઇવે નજીક આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીના મકાનમાં બુધવારે સવારે બાથરૂમમાં ન્હાવા ગયેલી કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી મોત થયું હતુ. 15 મિનિટ સુધી બાથરૂમમાંથી કોઈ અવાજ ન આવતાં કે પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો. જે ન ખોલતાં મકાન પાછળ જઈ કાચની ઝાળીમાંથી જોતા તેણી ફર્સ ઉપર પડેલી હતી.
જે બાદ પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. તિરૂપતિ રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ વડગામના વેસાના દુષ્યંતભાઈ વ્યાસ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના ત્રણ સંતાનો વિશ્વા અને દક્ષ પૈકી વચેટ દીકરી દુર્વા (13) બુધવારે સવારે 11.30 કલાકની આસપાસના સમયે તેમના મકાનના બાથરૂમમાં ન્હાવા માટે ગઇ હતી. જે બાથરૂમમાં ગયા પછી 15 મિનીટ સુધી કોઈ અવાજ આવ્યો ન હતો કે તેણી બહાર પણ ન નીકળતાં તેણીની માતા મિતલબેને દરવાજો ખખડાવ્યો હતો. જોકે, તે ન ખોલતાં મકાન પાછળ ગયા હતા. જ્યાં બાથરૂમની કાચવાળી ઝાળીમાંથી અંદર જોતા દુર્વા ફર્સ ઉપર પડી હતી. આથી પરિવારજનો એકત્ર થઈ ગયા હતા અને બાથરૂમમાં દરવાજો તોડી દુર્વાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં મોત થયું હતું. અચાનક પુત્રીનું મોત થતા પરિવાર પર આભ ભાટ્યું.
અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો
અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ-રાજકોટ હાઇવે પર બાવળા બગોદરા વચ્ચે ભમાસરા ગામ નજીક થયેલા એક સાથે ચાર વાહનોનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ સામેલ છે. અકસ્માત બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી જેમાં બે વ્યક્તિના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી જેમાં ત્રણ આઈસર ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી.
આ પણ વાંચો....