નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની બાયૉપિક ફિલ્મ 'બાઘિની'ના ટ્રેલર પર રૉક લગાવ્યા બાદ ચૂંટણી પંચે ફિલ્મની રિલીઝને પણ અટકાવી દીધી છે. ચૂંટણી પંચે ફિલ્મના મેકર્સને કહ્યું કે, ચૂંટણી આચાર સંહિતા લાગુ રહ્યાં સુધી ફિલ્મની રિલીઝ ના કરો. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 3 મે એ રિલીઝ થવાની હતી.

બીજેપીએ ચૂંટણી પંચને 'બાઘિની' ફિલ્મનો રિવ્યૂ કરવાની માંગ કરી હતી. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો હતો. બીજેપીએ પોતાના પત્રમાં કહ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ની બાયૉપિક 'બાઘિની'ને પણ તે જ પ્રકારે ચૂંટણી પંચે જુઓ જે રીતે પીએ નરેન્દ્ર મોદી પર બનેલી બાયૉપિકને જોઇ હતી.



નોંધનીય છે કે, 10 એપ્રિલે જાહેર કરવામાં આવેલા પોતાના આદેશમાં ચૂંટણી પંચે કહ્યુ હતુ કે કોઇપણ બાયૉપિક ફિલ્મ જે કોઇ રાજકીય પક્ષ કે રાજનેતાના ગુણગાન ગાતી હોય તે બાયૉગ્રાફી કે હેજિયોગ્રાફીના રૂપમાં રિલીઝ ના કરવામાં આવે.