નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અંગત ટિપ્પણી કરવા પર ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. ચૂંટણી પંચે આવતીકાલે સાંજ 6 વાગ્યા સુધીમાં જવાબ આપવા કહ્યું છે. સિદ્ધુએ મોદીને સૌથી મોટા જૂઠ્ઠા કહ્યા હતા.

નવજોત સિંહ સિદ્ધુએ અમદાવાદમાં 17 એપ્રિલે કહ્યું હતું કે, ગુજરાતની ભૂમિ મહાત્મા ગાંધીનું જન્મસ્થાન છે. આ ભૂમિએ સૌથી મોટા જૂઠ્ઠા પ્રધાનમંત્રી પણ આપ્યા છે. તેમણે પ્રધાનમંત્રી મોદીને જૂઠ્ઠા નંબર વન અને ફેકુ નંબર વન પણ કહ્યા હતા.


સિદ્ધુએ કહ્યું કે, મોદીજી તમે માત્ર એક ટકા ગરીબ લોકોના પ્રધાનમંત્રી છો. તમે ગરીબ નાગરિકોના પ્રધાનમંત્રી નથી. તમે આ સ્થાનિક લોકોને તેમની જમીન ખાલી કરવા અને અન્યત્ર જવા કહી રહ્યા છો.

જામીનની શરતો તોડવા પર વિકિલીક્સના અસાંજેને કેટલી થઇ સજા, જાણો વિગત

બુરખા વિવાદ પર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું- ‘પ્રતિબંધ લગાવવો જ જોઈએ, વિદેશોમાં નિર્વસ્ત્ર કરી દે છે’

આફ્રિદીએ જાહેર કરી ઓલ ટાઇમ વર્લ્ડ કપ ઇલેવન, સચિન-ધોનીને ન મળ્યું સ્થાન, જાણો વિગત