લંડનઃ વિકિલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેને લંડનની એક કોર્ટે 2012માં જામીનની શરતોનું ઉલ્લંઘન કરવાના મામલે દોષી જણાયા બાદ 50 સપ્તાહની સજા સંભળાવી છે. અસાંજેની 11 એપ્રિલે બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન નાગરિક અસાંજેએ 2012થી લંડનના ઇકવાડોરના દૂતાવાસમાં શરણ લીધું હતું.


અસાંજેને બુધવારે લંડનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં ઉપરોક્ત મામલા પર સુનાવણી કરવામાં આવી. સ્વીડનની બે મહિલાએ તેના પર રેપ અને યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં પ્રત્યર્પણથી બચવા માટે અસાંજેએ ઇક્વાડોર દૂતાવાસને તેનું નિવાસસ્થાન બનાવી લીધું હતું.  2012ના મામલામાં જામીન પૂરા થયા બાદ લંડનમાં તેના પર ધરપકડની તલવાર લટકતી હોવાથી તે ત્યાંથી હટતો નહોતો. ગત વર્ષે ડિસેમ્બરમાં તેને ઇક્વાડોરની નાગરિકતા પણ મળી ગઇ હતી.

રોયટર્સના રિપોર્ટ પ્રમાણે, અસાંજેએ કોર્ટમાં કહ્યું, જે લોકોને એમ લાગે છે કે મેં તેમનું અપમાન કર્યું છે તેમની હું માફી માંગુ છું. મેં મારો પક્ષ રાખી દીધો છે. 2010માં ટાઇમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવેલા અસાંજેએ મોટી સંખ્યામાં અમેરિકાના સિક્રેટ ડોક્યુમેન્ટ્સ જાહેર કરીને સનસનાટી મચાવ દીધી હતી.

2016માં તેના પર અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હસ્તક્ષેપનો આરોપ લાગ્યો હતો. વિકિલીક્સે ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનની ટીમના ચૂંટણી અભિયાન સાથે સંકળાયેલા અનેક સિક્રેટ મેલ જાહેર કરી દીધા હતા.

બુરખા વિવાદ પર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું- ‘પ્રતિબંધ લગાવવો જ જોઈએ, વિદેશોમાં નિર્વસ્ત્ર કરી દે છે’

આફ્રિદીએ જાહેર કરી ઓલ ટાઇમ વર્લ્ડ કપ ઇલેવન, સચિન-ધોનીને ન મળ્યું સ્થાન, જાણો વિગત

IPLમાંથી બહાર થયો આ મિસ્ટ્રી સ્પિનર, 7 પ્રકારના નાંખી શકે છે બોલ