ભોપાલઃ થોડા દિવસો પહેલા શ્રીલંકામાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાંની સરકારે દેશમાં બુરખા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે બાદ ભારતમાં પણ બુરખા પર પ્રતિબંધની માંગ ઉઠી છે. આજે શિવસેનાએ દેશની સુરક્ષા માટે બુરખા પર બેનની માંગ કરી છે. જે બાદ વિવાદ ઉઠ્યો છે. શિવસેનાની આ માંગ બાદ મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ મોટું નિવેદન આપ્યું છે.

સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, જો દેશની સુરક્ષા માટે આ જરૂરી હોય તો તેના પર બેન લાગવો જોઇએ. જ્યારે અમે સુરક્ષા તપાસ માટે એરપોર્ટ પર બુરખો હટાવવાની વાત કરીએ છીએ ત્યારે વિરોધ નથી કરી. વિદેશમાં નિર્વસ્ત્ર કરી દે છે. લોકતંત્રમાં આપણે આ નિર્ણય દેશ હિતમાં લેવો જોઈએ. સરકારના બદલે ખુદ મુસ્લિમ સમુદાયે બુરખા પર બેનનો નિર્ણય લેવો જોઈએ.

શિવસેનાએ તેના મુખપત્ર સામનાના સંપાદકીયમાં લખ્યું છે કે, સુરક્ષા બળોને કોઇ પણ વ્યક્તિને ઓળખવામાં પરેશાની ન થાય તે માટે આ પ્રતિબંધ આપતકાલીન ઉપાય તરીકે લગાવવામાં આવ્યો છે. બુરખો પહેલા લોકો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોઈ શકે છે. તેથી તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ.

આફ્રિદીએ જાહેર કરી ઓલ ટાઇમ વર્લ્ડ કપ ઇલેવન, સચિન-ધોનીને ન મળ્યું સ્થાન, જાણો વિગત

IPLમાંથી બહાર થયો આ મિસ્ટ્રી સ્પિનર, 7 પ્રકારના નાંખી શકે છે બોલ

નવ મેના રોજ જાહેર કરાશે ધો 12 સાયન્સ પ્રવાહનું પરિણામ, જુઓ વીડિયો