નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રાજકીય પક્ષો માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની સમયમર્યાદા નક્કી કરી દીધી છે. રાજકીય પક્ષોએ મતદાનના 48 કલાક પહેલા ઢંઢેરો જાહેર કરવો પડશે. ચૂંટણી પંચે કહ્યું કે,ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયા બાદ વોટિંગના 48 કલાક પહેલાની સમય મર્યાદામાં ચૂંટણી ઢંઢેરો જાહેર નહીં કરી શકાય.

ચૂંટણી પંચના મુખ્ય સચિવ નરેન્દ્ર એન બુતોલિયા તરફથી તમામ રાજકીય પક્ષો અને રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ માટે દિશાનિર્દેશ જાહેર કરતા કહ્યું કે, આ સમયમર્યાદા એક કે તેથી વધુ તબક્કામાં થનારી ચૂંટણીમાં સમાન રીતે લાગુ થશે. તેમણે એમ પણ કહ્યુ કે, આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે આ જોગવાઇ પ્રાદેશિક પક્ષો પર પણ સમાન રીતે લાગુ થશે.