સસ્પેન્શનના આદેશમાં ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છે કે મોહમ્મદ મોહસિને એસપીજી સુરક્ષા પ્રાપ્ત ગણમાન્ય વ્યક્તિઓ માટે દિશા નિર્દેશોનું યોગ્ય પાલન નથી કર્યું. આ સસ્પેન્શન તાત્કાલીક અસરથી જ લાગુ કરવામાં આવ્યું છે. મોહમ્મદ મોહસિનને હવે પછીના નિર્ણય સુધી સંબલપુરમાં જ રોકાવાનો આદેશ આપ્યો છે.
મોહસિન કર્ણાટક કેડરના આઈએએસ ઓફિસર છે. ભારતીય ચૂંટણી પંચ દરેક સંસદીય વિસ્તારમાં સામાન્ય ઓબ્ઝર્વરની નિમણૂંક કરે છે. જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થઈ શકે. પારદર્શિતા અન સ્થાનીક પ્રશાસનથી અંતર સુનિશ્ચિત કરવા માટે ઓબ્ઝર્વર હંમેશા રાજ્યના બહારના જ અધિકારી હોય છે.