નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. નેતાથી લઈને અભિનેતા સુધી ચૂંટણી અભિયાનમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી રહ્યા છે. બોલિવૂડના કેટલાક કલાકાર પણ લોકતંત્રના આ મહાપર્વ પર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. સ્વરા ભાસ્કર તેમાંથી એક જ છે. સ્વરા ભાસ્કર બેગુસરાયથી ચૂંટણી લડી રહેલ કનૈયા કુમારના પ્રચારમાં પણ જોવા મળી હતી. ઉપરાંત સ્વરા ભાસ્કર ટ્વિટર પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેના નિશાના પર મોટેભાગે ભાજપ હોય છે. ફરી એક વખત તેણે ભાજપ પર નિશાન સાધતા ટ્વિટ કર્યું છે.
નોંધનીય છે કે, સાધ્વી પ્રજ્ઞાએ બુધારે ભાજપમાં જોડાયા છે. તેને લઇને બોલિવૂડમાં એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ભાજપ પર કટાક્ષ કર્યો છે. એક ક્વિટને રીટ્વિટ કરતાં સ્વરા ભાસ્કરે કહ્યું કે, 'જલ્દી'....
VictimGames નામનાં ટ્વિટર અકાઉન્ટ પરથી સાધ્વી પ્રજ્ઞા ભાજપ ઉજપનાં ઉમેદવાર છે તો તો શંભૂલાલ રૈગરને સંઘી તેમનાં બાપ ક્યારે બનાવે છે? સ્વરાએ આ ટ્વીટને રિટ્વિટ કરી છે અને તેનાં પર લખ્યુ છે 'જલ્દી'...
આપને જણાવી દઇએ કે, શંભૂલાલા રૈગરે રાજસ્થાનનાં રાજસમંદમાં કેમેરાની સામે 50 વર્ષનાં એક વ્યક્તિની હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ શબને જલાવી દીધુ હતું. તો મહારાષ્ટ્રનાં માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી બનાવ્યા બાદ ચર્ચાઓમાં આવેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તેનાં નિવેદનને લઇને હમેશાં ચર્ચામાં રહે છે. જોકે તે કેસમાં છૂટી ગયા બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તેનાં આકરા નિવેદનો અને હમેશાં કોંગ્રેસ પર નિશાન સાધવા માટે જાણીતી છે.
સાધ્વી પ્રજ્ઞાનાં ભાજપમાં શામેલ થવા પર ભડકી આ એક્ટ્રેસ, આ રીતે કર્યો કટાક્ષ
abpasmita.in
Updated at:
18 Apr 2019 07:19 AM (IST)
લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. નેતાથી લઈને અભિનેતા સુધી ચૂંટણી અભિયાનમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -