ગિરીડીહઃ ઝારખંડમાં નક્સલ પ્રભાવિત ગિરીડીહમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ, આ અથડામણમાં સીઆરપીએફે 3 નક્સલીઓને ઠાર માર્યા હોવાના સામાચાર છે. જોકે, આમાં એક સીઆરપીએફનો જવાબ પણ શહીદ થયો હતો. નક્સલીઓ પાસેથી મોટા જથ્થામાં વિસ્ફોટક, 1 એકે 47 રાઇફલ, 3 મેગેઝિન અને 4 પાઇપ બૉમ્બ મળી આવ્યા છે.

માહિતી અનુસાર, સોમવારે સવારે લગભગ 6.15 વાગે રાજ્યના ગિરીડીહના બલ્ભા ઘાટ વિસ્તારમાં સીઆરપીએફની 7મી બટાલિયને નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યુ. આ ઓપરેશન બાદ સીઆરપીએફે 3 નક્સલીઓના મૃતદેહો પ્રાપ્ત કર્યો હતાં.


નોંધનીય છે કે, રાજ્યમાં લોકસભા ચૂંટણીનો નક્સલીઓએ પુરેપુરો બહિષ્કાર કરી દીધો છે. પહેલા તબક્કાના મતદાન પહેલા જ નક્સલીઓએ દંતેવાડામાં મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં બીજેપી ધારાસભ્ય સહિત ચાર જવાન શહીદ થઇ ગયા હતા.