આજે રાહુલ ગાંધી આવશે ગુજરાત, કઈ જગ્યાએ જનસભાને કરશે સંબોધન?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Apr 2019 09:10 AM (IST)
રાહુલ ગાંધી અમરેલી લોકસભા મત વિસ્તારમાં આવતાં રાજુલામાં જનસભા કરવાના છે. અમરેલી લોકસભા બેઠક પરથી ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી કોંગ્રેસની ટિકીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના છે. રાહુલ ગાંધી અમરેલી લોકસભા મત વિસ્તારમાં આવતાં રાજુલામાં જનસભા કરવાના છે. અમરેલી લોકસભા બેઠક પરથી ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી કોંગ્રેસની ટિકીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ પછી રાહુલ ગાંધી ફરીથી 18મીએ ગુજરાત આવવાના છે. તેઓ 18મીએ કેશોદ અને સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે. રાહુલ સાથે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ધામા નાંખવાના છે. બીજી તરફ પ્રધાનમંત્રી મોદી 17મીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના છે. તેઓ સતત બે દિવસ ગુજરાતમાં જાહેર સભાઓ કરશે.