રાજસ્થાનઃ ભાજપના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં થયા સામેલ, જાણો વિગત
abpasmita.in | 26 Mar 2019 08:55 PM (IST)
જયપુર: ભારત વાહિની પાર્ટીના પ્રમુખ ઘનશ્યામ તિવારીએ કૉંગ્રેસમાં સામેલ થવાની જાહેરાત કરી છે. તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કાર્યકર્તા સમ્મેલન દરમિયાન કૉંગ્રેસમાં સામેલ થયા હતા. તેમની સાથે ભાજપના નેતા રહેલા સુરેંદ્ર ગોયલ અને જર્નાદન ગહલોત પણ કૉંગ્રેસમાં સામેલ થયા હતા. આ દરમિયાન ઘનશ્યામ તિવારીએ કહ્યું, આ સમય લોકતંત્ર બચાવવાની જરૂર છે. એટલે તેઓ કૉંગ્રેસમાં સામેલ થયા છે. તિવાડી ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે. તેઓ ઘણી વખત વિધાનસભાના સદસ્ય પણ રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે ભાજપ છોડ્યું હતું અને ભારત વાહિની પાર્ટીમાંથી ચૂંટણી લડી હતી. જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. મનસુખ માંડવિયાએ પ્રિયંકા ગાંધી પર નામ લીધા વિના શું કર્યાં પ્રહાર ? જુઓ વીડિયો