નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના 29 અને પશ્ચિમ બંગાળના 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીની પૂર્વ સાંસદ અને ભાજપમાં સામેલ થયેલી બોલિવૂડની જાણીતી અભિનેત્રી જયા પ્રદાને રામપુરથી ટિકિટ ફાળવવામાં આવી છે.

જ્યારે વરુણ ગાંધીને પિલિભીત અને તેમની માતા મેનકા ગાંધીને સુલ્તાનપુરથી ટિકિટ ફાળવવામાં આવી છે. માતા-દીકરાની સીટ પરસ્પર બદલવામાં આવી છે. એટલે કે પહેલા મેનકા ગાંધી પિલિભીતથી અને વરુણ ગાંધી સુલ્તાનપુરથી સાંસદ હતા.  સાધ્વી નિરંજન જ્યોતિની ફતેહપુરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.


ભાજપમાં એન્ટ્રીની સાથે જ જયા પ્રદા રામપુરથી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના કદ્દાવર નેતા આજમ ખાન વિરૂદ્ધ ચૂંટણી લડશે. આ પહેલા રામપુરથી જયા પ્રદા વર્ષ 2004માં સમાજવાદી પાર્ટીથી ચૂંટણીમાં ઉતર્યા હતા અને જીત મેળવી હતી.

ભાજપમાં સામેલ થયા બાદ જયા પ્રદાએ કહ્યું, મને મોદીજીના નેતૃત્વમાં કામ કરવાની તક મળી રહી છે, એ મારા માટે સૌભાગ્યની વાત છે. હું મારા જીવનની દરેક પળ સમર્પિત કરતા ભાજપ માટે કામ કરીશ. આ મારા જીવનની સૌથી મહત્ત્વની પળ છે.

આ જાણીતી અભિનેત્રી ભાજપમાં જોડાઈ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી.....

કૉંગ્રેસે ગુજરાતમાં વધુ 2 બેઠકોના ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

મહેસાણા બેઠક પરથી ભાજપ કોને ઉતારશે છે મેદાનમાં? આ નેતાનું ચાલી રહ્યું છે નામ, જુઓ વીડિયો