નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દેશના તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરી તેમના નામ જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. કૉંગ્રેસે કચ્છ બેઠક પર નરેશ મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે નવસારી બેઠક પર કૉંગ્રેસે નવસારી બેઠક પર ધર્મેશ પટેલને ટિકિટ ફાળવી છે. કૉંગ્રેસે નવસારી બેઠક પર ધર્મેશ પટેલને ટિકિટ આપી છે. નવસારી બેઠક પર સીઆર પાટીલ સામે તેમનો મુકાલબલો થશે. જ્યારે કચ્છ બેઠક પર ભાજપે વિનોદ ચાવડાને રિપિટ કર્યા છે. કચ્છ બેઠક પર વિનોદ ચાવડા સામે નરેશ મહેશ્વરીનો મુકાબલો થશે. આ પહેલા કૉંગ્રેસે છત્તીસગઢ, ગોવા અને દિવ-દમણ માટે 5 ઉમેરવાદરોના નામની જાહેરાત કરી હતી. કૉંગ્રેસે દિવ-દમણ બેઠક પર કેતન પટેલને ટિકિટ આપી છે.