નવી દિલ્હીઃ એબીપી ન્યૂઝ નીલસન એક્ઝિટ પોલ અનુસાર બિહારની કુલ 40 સીટમાંથી એનડીએને 34 સીટ મળી શકે છે. મહાગઠબંધનન ખાતામાં માત્ર છ સીટ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે, ભાજપને પોતાના ખાતામાં તમામ 17 સીટ જીતી રહી છે. એનડીએમાં સીટ વહેંચણી અંતર્ગત બેગૂસરાય, પાટલિપુત્ર અને પટના સાહિબ ભાજપના ખાતામાં ગઈ. આ ત્રણ સીટોને બિહારની હોટ સીટ ગણવામાં આવે છે.




બેગૂસરાયથી બીજેપીના ગિરિરાજ સિંહ સામે સીપીઆઈએ કન્હૈયા કુમારને મેદાનમાં ઉતાર્યો હતો. જ્યારે પટના સાહિબ સીટ પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસના શત્રુધ્ન સિન્હા વચ્ચે મુકાબલો છે.

એબીપી નીલસનના એક્ઝિટ પોલના મતે બેગૂસરાયમાં સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમારનો પરાજય થશે. અહીંથી બીજેપીના કદાવર નેતા ગિરિરાજ સિંહનો વિજય થતો દેખાડવામાં આવ્યો છે. બીજી તરફ પટના સાહિબથી કોંગ્રેસના ઉમેદવાર શત્રુધ્ન સિન્હાનો પરાજય બતાવવામાં આવી રહ્યો છે. એબીપી નીલસનના એક્ઝિટ પોલના મતે પાટિલપુત્ર સીટથી મહાગઠબંધન તરફથી આરજેડીની ઉમેદવાર અને લાલુ યાદવની પુત્રી મીસા ભારતી પણ પોતાની સીટ પરથી હારી જશે.