નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમા મોનસૂને દક્ષિણ અંડમાન સાગર, દક્ષિણી બંગાળની ખાડીના કેટલાક ભાગમાં અને નિકોબાર દ્વીપ સમૂહ પર શનિવાકે દસ્તક દીધી છે. અહીં 20 મેના રોજ મોનસૂન પહોંચવાનું હતું પરંતુ બે દિવસ પહેલા જ પહોંચી ગયું છે.


ઈન્ડીયા મીટીરિઓલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી) એટલે કે ભારતીય હવામાન વિભાગે એક નિવેદન જાહેર કરી કહ્યું છે કે, સાઉથ અંડમાન સી, દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર દ્વીપ સમૂહ પર ચોમાસુ સમય કરતા પહેલા પહોંચી ગયું છે.



નિવેદનમાં એ પહણ કહેવામાં આવ્યું છે કે, વહેલું ચોમાસું આવવાને કારણે નિકોબાર દ્વીપ સમૂહમાં છેલ્લા 48 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે અધિકારીઓને કહ્યું કે, અંડમાનમાં સમય પહેલા ચોમાસુ આવવાથી કેરળમાં ચોમાસાના આવવાના સમય પર કોઈ ફેરફાર નહીં થાય.