નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પ્રથમ તબક્કાના મતદાનને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ફેસબુકે કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા 687 પેજને તેના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. સોમવારે સોશિયલ મીડિયા કંપનીએ કહ્યું કે, અપ્રમાણિક વ્યવહારના કારણે દેશની મુખ્ય વિપક્ષ પાર્ટી સાથે સંકળાયેલા પેજને હટાવી દેવામાં આવ્યા છે. ફેસબુક કોઈ મોટી રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા પેજને હટાવ્યા હોય તેવી આ કદાચ આ પ્રથમ ઘટના છે.


ફેસબુકે સ્પષ્ટતા કરી કે, આ પેજમાં પ્રકાશિત કરવામાં આવેલી સામગ્રીના બદલે અપ્રમાણિક જાણકારીના કારણે હટાવવામાં આવ્યા છે. ભારતમાં વિશ્વના સૌથી વધારે 30 કરોડ ફેસબુક વપરાશકર્તા છે. ફેસબુકે કહ્યું કે, અમારી તપાસમાં જાણવા મળ્યું કે, કેટલાક લોકોએ બોગસ એકાઉન્ટ્સ બનાવ્યા અને વિવિધ ગ્રુપ્સ સાથે જોડીને કોન્ટેન્ટ ફેલાવી અને લોકો વચ્ચે સંપર્ક વધારવાનું કામ કર્યું. ફેસબુકે કહ્યું કે, આ ફેક પેજમાં લોકલ ન્યૂઝ ઉપરાંત બીજેપી અને પીએમ નરેન્દ્ર મોદીની આલોચના પણ કરવામાં આવી હતી.


ફેસબુકના સાઇબર સિક્યોરિટી પોલિસીના હેડ નાથનેલ ગ્લેચિયરે કહ્યું, લોકોએ તેમની ઓળખ છુપાવીને આ કામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ અમને અમારી તપાસમાં જોવા મળ્યું કે, આવા પેજ કોંગ્રેસના આઈટી સેલના લોકો સાથે સંકળાયેલા હતા. તેમણે કહ્યું કે, આ એકાઉન્ટ્સને કોન્ટેન્ટ નહીં પરંતુ અપ્રમાણિક વ્યવહારના કારણે હટાવવામાં આવી રહ્યા છે.


ફેસબુકે દૂર કરેલા પેજના બે સેમ્પલ પણ રજૂ કર્યા છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીની આલોચના કરવામાં આવી છે અને કોંગ્રેસ તથા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી છે.

ચૂંટણી પ્રચારમાં ‘ઓટો ડ્રાઈવર’ બની બોલિવૂડની આ એક્ટ્રેસ, જાણો કઈ સીટ પરથી લડશે ચૂંટણી

આ રીતે AADHAR લિંક કરો PAN સાથે, સરળ છે પ્રોસેસ