એસપીએનક્રિકઇન્ફોના અહેવાલ અનુસાર, પોલીસે કહ્યું કે, ઇજાગ્રસ્ત ચાલકને સામાન્ય ઈજા થઈ છે. દિમુથને જામીન પર છોડી મુકવામાં આવ્યા અને તેને સોમવારે કોર્ટમાં હાજર થવાની શક્યતા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસે જણાવ્યું છે કે કરુણારત્નેએ નશામાં ગાડી ચલાવતા એક રીક્ષાને ટક્કર મારી હતી. આ કારણે રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ સપ્તાહે કરુણારત્ને કોર્ટમાં હાજર થઈ શકે છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ કોર્ટની કાર્યવાહીના આધારે કરુણારત્ને ઉપર પ્રતિબંધ પણ લગાવી શકે છે. શ્રીલંકાની ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક મહિનાથી અનુશાસનાત્મક મુદ્દાથી પરેશાન છે. હવે કરુણારત્ને પણ વિવાદોમાં ફસાઈ ગયો છે.