સીકરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના સીકરમાં ચૂંટણી સભાને સંબોધતા સર્જિકલ સ્ટ્રાઇકને લઇ કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. આ દરમિયાન તેમણે થોડા સમય પહેલા મહિલાઓ દ્વાર ચલાવવામાં આવેલા અભિયાન મીટૂનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે, કોંગેસ હવે દાવો કરી રહી છે કે તેમણે પણ અનેક વખત સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ગઈકાલે  કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ નિવેદન આપ્યું હતું કે અમારા સમયમાં પણ અનેક વખત સર્જિકલ સ્ટ્રાઇક થઈ. કોંગ્રેસ કોઇપણ હિસાબે એવું સાબિત કરવામાં લાગી છે કે તેમણે પણ સ્ટ્રાઇક કરી, કોંગ્રેસ હવે સર્જિકલ સ્ટ્રાઇકની તારીખ સામે લાવ્યું છે. પહેલા તેમણે સર્જિકલ સ્ટ્રાઇકની મજાક ઉડાવી, બાદમાં વિરોધ કર્યો અને હવે કહી રહ્યા છે મી ટૂ મી ટૂ.

પીએમ મોદીએ કહ્યું કે, એ કેવી સ્ટ્રાઇક હતી, જેના અંગે આતંકીઓને કંઈ ખબર નહોતી, સ્ટ્રાઇક કરનારાઓને પણ ખબર નહોતી, પાકિસ્તાનને પણ કંઈ ખબર નહોતી કે દેશના લોકોને પણ કંઇ ખબર નથી. મને લાગે છે કે કોંગ્રેસમાં એવા લોકો છે જે કોઇપણ ઉંમરે વીડિયો ગેમ રમતા રહે છે અને કદાચ સર્જિકલ સ્ટ્રાઇકને પણ વીડિયો ગેમ સમજીને આનંદ લેતા હશે. AC રૂમમાં બેસીને કાગળમાં સર્જિકલ સ્ટ્રાઇક કોંગ્રેસ જ કરી શકે છે. પહેલા તેમણે કહ્યું  અમે 3 વખત સર્જિકલ સ્ટ્રાઇક કરી, ગઇકાલે કહ્યું અમે 6 વખત કરી, હવે થોડા દિવસો બાદ કહેશે કે અમે દરરોજ સ્ટ્રાઇક કરી. હવે કાગળ પર કે વીડિયો ગેમમાં જ સ્ટ્રાઇક કરવાની હોય તો 3 હોય કે 6, 20 હોય કે 20, આ જૂઠ્ઠા લોકોને શું ફર્ક પડે છે.


લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં કોણ છે સૌથી ધનિક ઉમેદવાર, સંપત્તિ જાણીને ચોંકી જશો

અમિતાભના બંગલા પર બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચાલી શકે છે હથોડો, જાણો કેમ